રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના હસનવાડી વિસ્તારમાં આવેલી એક કુરિયર ઓફિસ પાસે જાહેરમાં લુખ્ખા તત્વોએ એક યુવક પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.


રાજકોટના હસનવાડીમાં લુખ્ખાઓ બેફામ

પ્રાપ્ત માહિતી અનુસાર, હસનવાડી વિસ્તારમાં અમન સંધિ નામનો યુવક હાજર હતો ત્યારે બે શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. દારૂ પીવા જેવી નજીવી બાબતે ચાલી  રહેલી બોલાચાલી ઉગ્ર બનતા બંને શખ્સોએ આવેશમાં આવી અમન પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ અમનને શરીરના ભાગે 7થી 8 જેટલા છરીના ઘા આડેધડ ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.

છરીના ઘા આડેધડ ઝીંકી દીધા

આ ભયાનક હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં હુમલાખોરોની ક્રૂરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટનાની જાણ થતા જ ભક્તિનગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે બંને હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અમન સંધિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Mehsana: ONGCની પાઈપલાઈન લીકેજથી કનોડા ગામે ખેતર ઓઈલથી ભરાયું, ખેડૂતનો તૈયાર ઘઉંનો પાક નાશ પામ્યો


  • Follow us on: