લેઉવા પાટીદાર સમાજના રાજકારણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતા સમાચારો સામે આવ્યા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલું 'કોલ્ડ વૉર' સમાપ્ત થવાના સંકેતો મળ્યા છે. તાજેતરમાં ખોડલધામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ હાજરી આપી હતી. તેમની આ હાજરીને બંને અગ્રણીઓ વચ્ચેના તમામ મતભેદો અને મનભેદો દૂર થઈ ગયા હોવાના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

ખોડલધામ બન્યું સમાધાનનું કેન્દ્ર

ઉલ્લેખનીય છે કે, અગાઉ જયેશ રાદડિયાએ સમાજના અગ્રણીઓ (જેમાં નરેશ પટેલનો પણ સમાવેશ થતો હતો) પર ખુલ્લા મેદાને આવીને વાત કરવાની જાહેરમાં ટકોર કરી હતી, જેના કારણે બંને વચ્ચેનો તણાવ ચરમસીમાએ હતો. જોકે, ખોડલધામના મંચ પર રાદડિયાની હાજરીએ સ્પષ્ટ કરી દીધું છે કે સમાજ અને સંગઠનના હિતમાં બંને નેતાઓ હવે એક થયા છે, જેનાથી લેઉવા પાટીદાર સમાજના રાજકારણમાં નવા સમીકરણો રચાઈ શકે છે.