સાણંદમાં એક યુવકની હત્યાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સાણંદ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે યુવકની હત્યા તેની જ પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમસંબંધ અને અવારનવાર થતા ઝઘડા
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મૃતકની પત્નીને અન્ય એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતની જાણ પતિને થતા ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. મૃતક યુવક પત્નીના આ અનૈતિક સંબંધોને કારણે તેને અવારનવાર માર પણ મારતો હતો. પત્ની અને તેના પ્રેમીએ પોતાના રસ્તાના કાંટા સમાન પતિને દૂર કરવા માટે હત્યાનો પ્લાન ઘડ્યો હતો.
