આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક શાનદાર પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પરીક્ષાના ટેન્શન વગર શ્રેષ્ઠ તૈયારી કરી શકે તે માટે નિષ્ણાંત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાસ પ્રશ્નબેંક લોન્ચ કરવામાં આવી છે. આ પ્રશ્નબેંકમાં કુલ 40 વિષયોને આવરી લેતા 80 જેટલા આદર્શ પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ સાહિત્ય ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે પરીક્ષા પૂર્વે રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.


અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં પ્રશ્નબેંક જાહેર

આ પ્રશ્નબેંક તૈયાર કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ઉદભવતા પ્રશ્નોના સચોટ જવાબ આપવાનો અને તેમને પરીક્ષાની પદ્ધતિથી માહિતગાર કરવાનો છે. અનુભવી શિક્ષકોએ પાછલા વર્ષોના પ્રશ્નપત્રો અને નવા અભ્યાસક્રમનું વિશ્લેષણ કરીને આ પ્રશ્નપત્રો તૈયાર કર્યા છે. આ પહેલથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ બોર્ડની પરીક્ષામાં વધુ સારો દેખાવ કરી શકશે. વિદ્યાર્થીઓ આ પ્રશ્નબેંકનો ઉપયોગ કરીને સ્વ-મૂલ્યાંકન પણ કરી શકશે, જેનાથી તેમની નાની-મોટી ભૂલો સુધારી શકાય.

આ પણ વાંચો : Surat માં શિક્ષણ સમિતિ વિવાદના વમળમાં, નવા વર્ષે સ્કૂલો ચાલુ રાખવાના નિર્ણયથી શિક્ષકોમાં કચવાટ

  • Follow us on: