સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ફરી એકવાર વિવાદમાં આવી છે. સામાન્ય રીતે નવા વર્ષના પ્રથમ દિવસે શાળાઓમાં રજાનો માહોલ હોય છે, પરંતુ આ વખતે સમિતિ દ્વારા 1 જાન્યુઆરીની રજા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2026નું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવતા આ બાબત સામે આવી છે, જેમાં 1 જાન્યુઆરીના રોજ શાળા ચાલુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ નિર્ણયને પગલે સોશિયલ મીડિયા અને શૈક્ષણિક આલમમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.


શિક્ષણ સમિતિનો અજીબ નિર્ણય

શિક્ષણ સમિતિ દ્વારા કેલેન્ડર જાહેર થયા બાદ શિક્ષકો અને કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નવા વર્ષની ઉજવણી અને સામાજિક પ્રસંગો વચ્ચે રજા રદ થતા શૈક્ષણિક કાર્ય પર તેની કેવી અસર પડશે તે જોવાનું રહેશે. વાલીઓમાં પણ આ મામલે મૂંઝવણ છે કારણ કે કેલેન્ડર જાહેર થયા બાદ જ ખબર પડી કે શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહેવાની છે. વહીવટી તંત્ર દ્વારા અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવાના હેતુથી આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે, પરંતુ તહેવારના દિવસે કામના ભારણને લઈને વિવાદ વકર્યો છે.

આ પણ વાંચો : Surat માં નવા વર્ષે મંદિરમાં ચોરી, ઉધનાના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોનો આતંક

  • Follow us on: