સુરતની એક મહિલાનો અશ્લીલ અને બિભત્સ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કરવાના ગંભીર મામલે વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પ્રવિણ બાબુભાઈ બોઘરાને સાબરકાંઠા જિલ્લાના હિમતનગર ખાતેથી ઝડપી પાડ્યો છે.
ભોગ બનનાર મહિલાને ધમકી આપી તેની સાથે શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચરતો
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ભોગ બનનાર મહિલાને ધમકી આપી તેની સાથે શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો. આ ઉપરાંત આરોપીએ પરિણીતાના નામે ખોટી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેના ફોટા તથા વીડિયો અપલોડ કર્યા હતા અને અશ્લીલ તથા અપમાનજનક ટિપ્પણીઓ કરીને મહિલાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી હતી.













