સુરત શહેરમાં કાપડના વેપારીઓ ફરી એકવાર ઠગબાજોના નિશાને આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સુરત કાપડ બજારમાં ઠગાઈના કિસ્સાઓમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરમાં સામે આવેલા વિગતો મુજબ, જુદા જુદા વેપારીઓ પાસેથી આશરે ₹1.86 કરોડની કિંમતનું કાપડ મેળવીને પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ કરવામાં આવી છે.
પોલીસ મથકે ફરિયાદોનો ઢગલો
આ મામલે સુરતના સરોલી અને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં કુલ 5 જેટલા ગુનાઓ નોંધાયા છે. ઠગબાજોએ ચોક્કસ મોડસ ઓપરેન્ડી અપનાવીને વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ મોટો આર્થિક ફટકો માર્યો હતો.
