સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૃતક યુવકનું નામ સુભાષ લાંડગે હતું, જેમની જુના ઝઘડાની અદાવતમાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.


પાંડેસરામાં હત્યા કરનાર આરોપી ઝડપાયા

આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ ધીરજ ઉપાધ્યાય અને અક્ષય કામત છે.

ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી

આરોપીઓએ સુભાષ લાંડગેની હત્યા શા માટે કરી અને તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે જાણવા માટે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યાના પગલે આવિર્ભાવ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.


આ પણ વાંચો: રાવપુરામાં રોડ અને ગટરના કામમાં થયેલી કોન્ટ્રાક્ટરની બેદરકારીથી રહીશોમાં આક્રોશ

  • Follow us on: