દક્ષિણ ગુજરાતના સૌથી વ્યસ્ત એવા સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે રિડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીને વધુ ગતિ આપવા માટે રેલવે તંત્ર દ્વારા આવતીકાલ એટલે કે 28 માર્ચથી 28 એપ્રિલ સુધી, એમ કુલ 30 દિવસનો મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ બ્લોક દરમિયાન ટ્રેનોના સંચાલનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર

મેગા બ્લોકને કારણે સુરત સ્ટેશનથી ઉપડતી કેટલીક મહત્વની ટ્રેનો હવે ઉધના રેલવે સ્ટેશનથી રવાના થશે અને ત્યાં જ ટર્મિનેટ (પુરી) થશે. મુખ્યત્વે સુરત - બાંદ્રા એક્સપ્રેસ, સુરત - અમરાવતી એક્સપ્રેસ, અમરાવતી - સુરત એક્સપ્રેસ,મુસાફરોએ હવે આ ટ્રેનો પકડવા માટે સુરતને બદલે ઉધના સ્ટેશનનો સંપર્ક કરવાનો રહેશે. મુજબની ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાયો છે.

સમયપત્રક પર અસર

રિડેવલપમેન્ટની કામગીરી અને મેગા બ્લોકના કારણે માત્ર ટર્મિનલ બદલાયેલી ટ્રેનો જ નહીં, પરંતુ સુરત પરથી પસાર થતી અન્ય ટ્રેનોના સમય પર પણ મામૂલી અસર પડશે. રેલવે વિભાગના જણાવ્યા મુજબ, અન્ય ટ્રેનો પોતાના નિયત સમય કરતા 5 થી 10 મિનિટ મોડી પડી શકે છે.

આ પણ વાંચો: Kheda: પીજ રોડ પર GSPCની મુખ્ય ગેસ પાઈપલાઈનમાં મોટું ભંગાણ, ગેસ લીક થતા ઈડન ગાર્ડન સોસાયટીમાં અફરાતફરી