સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ કાકરાપાર ડેમ ખાતે ગઈકાલે સાંજે એક અત્યંત કરુણ ઘટના બની હતી. ડેમમાં માછીમારી કરવા ગયેલા ચાર મિત્રો પૈકી એક યુવક પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા પડેલા અન્ય ત્રણ મિત્રો પણ ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

માંડવી કાકરાપાર ડેમ ડૂબી જવાથી મોત

ગઈકાલે સાંજના સમયે ચાર યુવકો માછીમારીના આશયથી કાકરાપાર ડેમ પર ગયા હતા. આ દરમિયાન અચાનક એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈ બાકીના ત્રણ મિત્રો પણ તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ પાણીના પ્રવાહ અને ઊંડાઈને કારણે ચારેય મિત્રો ડૂબવા લાગ્યા હતા.

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી 

ઘટનાની જાણ થતા જ માંડવી પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. મોડી રાત સુધી ચાલેલી શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. હજુ પણ અન્ય યુવકોની ભાળ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Kutch: 3 લોકોના ભોગ લેનાર રોડ અકસ્માતમાં તપાસ તેજ, સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ