સુરતની વિવિધ ફેક્ટરીઓમાં કામ કરતા પશ્ચિમ બંગાળના હજારો કામદારો આજે વતન જવા રવાના થયા છે. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાનમાં ભાગ લેવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી અંદાજે 4,000 જેટલા મતદારો ટ્રેન મારફતે રવાના થયા હતા.
ઉધના સ્ટેશન પર મતદારોનું કીડિયારું ઉભરાયું
પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓના વતની અને સુરતમાં રોજગારી માટે સ્થાયી થયેલા કામદારો મોટી સંખ્યામાં રાત્રિના સમયે ઉધના સ્ટેશન પર એકઠા થયા હતા. ખાસ ટ્રેનો અને નિયમિત ટ્રેનોમાં આ શ્રમિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહભેર નીકળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં મતદારોનું સ્થળાંતર ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે.
