શહેરના વેસુ વિસ્તારમાં શનિવારની રાત્રે એક કાર (થાર) માં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કારમાં સવાર બે લોકોનો સમયસર બહાર નીકળી જવાથી આબાદ બચાવ થયો હતો.


સુરતના વેસુમાં કારમાં એકાએક આગ

પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રિના સમયે વેસુ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક થાર ગાડીમાં એકાએક આગ લાગી હતી. કારના બોનેટના ભાગમાંથી ધુમાડો નીકળતો જોઈને કારમાં સવાર બે વ્યક્તિઓએ તુરંત જ કારમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગ લાગતાની સાથે જ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બોનેટનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. જાહેરમાં બનેલી આ ઘટનાને જોવા માટે આસપાસના લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા.

કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ

બનાવની જાણ થતાં જ વેસુ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયરના જવાનોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના મતે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારને મોટું નુકસાન થયું હતું.


આ પણ વાંચો: કૂવામાં ખાબકેલા 8 માસના સિંહબાળનું સારવાર દરમિયાન મૃત્યુ

  • Follow us on: