સુરત શહેરની સારોલી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીના ગુના આચરી નાસતા ફરતા મધ્યપ્રદેશની એક ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસની સતર્કતાને કારણે લાખો રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.
આંતરરાજ્ય તસ્કર ગેંગનો પર્દાફાશ
સારોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મહારાષ્ટ્રમાં મોટી ચોરી કરીને તસ્કરો સુરતના રસ્તે પસાર થઈ રહ્યા છે. પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ ત્રણ શખ્સોને અટકાવ્યા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આ કાર્યવાહીમાં કુલ ₹12,52,765 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.










