સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં ગ્રાહકો સુધી પહોંચાડવાના લાખોની કિંમતના પાર્સલ ડિલિવરી બોયઝે બારોબાર વેચી મારી વિશ્વાસઘાત કર્યો છે. લિંબાયત પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરીને ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે કુલ રૂપિયા 1,46,45,919 (દોઢ કરોડ) ની કિંમતના પાર્સલ સગેવગે કર્યા હતા.
રતમાં ડિલિવરી બોયઝનું કરોડોનું કૌભાંડ
મળતી માહિતી મુજબ, આ ડિલિવરી બોયઝની ગેંગે કંપની અને ફરિયાદીની જાણ બહાર લાખોની કિંમતના માલસામાન પર હાથ સાફ કર્યો હતો. આરોપીઓએ કુલ 12,966 જેટલા પાર્સલ જે ગ્રાહકોને પહોંચાડવાના હતા, તે ગ્રાહકો સુધી પહોંચાડવાને બદલે અન્ય લોકોને અત્યંત સસ્તા ભાવે વેચી દીધા હતા. આ રીતે આરોપીઓએ કંપની સાથે મોટો વિશ્વાસઘાત કર્યો હતો.










