વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ફરી એકવાર જટિલ ઓપરેશનમાં સફળતા મેળવીને નવજાત શિશુ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ગોધરાના એક પરિવારમાં જન્મેલા માત્ર બે દિવસના બાળકની અન્નનળી અને શ્વાસનળી પરસ્પર જોડાયેલી હોવાની ગંભીર ખામીનું તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે.
SSG ફરી એકવાર જટિલ ઓપરેશનમાં સફળતા
બાળકનો જન્મ થયો ત્યારે જ જાણવા મળ્યું હતું કે તે 'ટ્રેકિઓ-ઈસોફેજિયલ ફિસ્ટ્યુલા' નામની ગંભીર અને દુર્લભ બીમારીથી પીડાય છે. આ સ્થિતિમાં બાળકની અન્નનળી અને શ્વાસનળી જોડાયેલી હોય છે, જેને કારણે બાળક જે દૂધ પીએ તે સીધું ફેફસામાં જવાની દહેશત રહે છે. જો સમયસર સારવાર ન મળે તો આ સ્થિતિ નવજાત બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે છે.










