સુરત શહેરનો પૂર્વ વિસ્તાર એટલે કે સરથાણા અને કામરેજ વચ્ચેનો પટ્ટો અત્યારે ટ્રાફિકની સૌથી મોટી સમસ્યાનું કેન્દ્ર બન્યો છે. અહીં સમસ્યા વાહનોની સંખ્યા કરતા લક્ઝરી બસોના અયોગ્ય પાર્કિંગ અને સંચાલનની વધુ છે.

સુરતમાં ટ્રાફિકજામ સમસ્યાથી લોકો પરેશાન

સુરતથી સૌરાષ્ટ્ર કે અન્ય પ્રદેશોમાં જતી લક્ઝરી બસો સાંજના સમયે એકસાથે સરથાણા જકાતનાકાથી રવાના થાય છે. મુસાફરોને લેવા માટે બસો રસ્તાની વચ્ચે ઉભી રહેતી હોવાથી પાછળ આવતા વાહનોની લાંબી કતારો લાગે છે. સરથાણાથી કામરેજ પહોંચતા જ્યાં માત્ર 10 મિનિટ લાગવી જોઈએ, ત્યાં અત્યારે મુસાફરોને 45 મિનિટથી 1 કલાકનો સમય વેડફવો પડે છે.

આડેધડ દોડતી અને ઉભી રહેતી લક્ઝરી બસો

સ્થાનિક રહીશો અને વાહનચાલકોની માંગ છે કે લક્ઝરી બસો માટે ચોક્કસ પિક-અપ પોઈન્ટ બનાવવામાં આવે અથવા તેમના નીકળવાના સમયનું યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવે. પોલીસ વિભાગ માત્ર દંડ વસૂલવાને બદલે ટ્રાફિકનું યોગ્ય નિયમન કરે અને બસોના કારણે સર્જાતા આ જામનો કાયમી ઉકેલ લાવે તેવી લોકમાગ પ્રબળ બની છે.

આ પણ વાંચો: Surat: હોળી-ધુળેટીના પર્વે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો, રેલવે દ્વારા વધારાની ટ્રેનોની જાહેરાત