સુરતના ઉધના વિસ્તારમાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હોળી-ધુળેટીના તહેવારમાં શ્રમજીવીઓ અને મધ્યમ વર્ગના લોકો પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા ઉત્સુક હોય છે, જેના પરિણામે ટ્રેનોમાં જબરદસ્ત વેઇટિંગ જોવા મળી રહ્યું છે.


હોળી-ધુળેટીના તહેવારમાં ટ્રેનોમાં વેઇટિંગ

રેલવે વિભાગે મુસાફરોની હાલાકી ઓછી કરવા માટે નિયમિત ટ્રેનો ઉપરાંત વિશેષ ટ્રેનો દોડાવવાનું શરૂ કર્યું છે. આ ટ્રેનો મુખ્યત્વે પટના, ગયા, વારાણસી અને ગોરખપુર જેવા રૂટ પર દોડાવવામાં આવી રહી છે. ટ્રેનમાં ચડવા માટે મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે.

રેલવે વિભાગ તરફથી ખાસ ટ્રેનોનું આયોજન 

ભૂતકાળમાં ભીડને કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાંથી બોધપાઠ લઈને આ વખતે રેલવે પ્રશાસન સતર્ક છે. પ્લેટફોર્મ પર સિક્યુરિટી ગાર્ડ્સ અને પોલીસ જવાનો સતત એનાઉન્સમેન્ટ કરી ભીડને નિયંત્રિત કરી રહ્યા છે. મુસાફરોને પ્લેટફોર્મ પર શિસ્તબદ્ધ રીતે ઉભા રાખવા માટે બેરિકેડિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Mehsana: બેચરાજી APMC ના ડિરેક્ટરની 16 લાખના સાયબર ક્રાઈમમાં ધરપકડ, સુરત પોલીસે ઝડપી પાડ્યો

  • Follow us on: