શહેરમાં ગુનાખોરી ડામવા માટે એલર્ટ બનેલી સુરત ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક શખ્સને દેશી બનાવટી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીની ઓળખ આર્યન વિનોદભાઈ વાઘ તરીકે થઈ છે.


આરોપીને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો

મળતી માહિતી મુજબ, સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક યુવક હથિયાર સાથે શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આર્યન વાઘની અટકાયત કરી હતી. તેની તલાશી લેતા તેની પાસેથી એક દેશી બનાવટી પિસ્તોલ મળી આવી હતી, જે પોલીસે કબજે કરી છે.

પિસ્તોલનો નિકાલ કરવા વેચવાનો પ્લાન બનાવ્યો

પોલીસ પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આરોપી આર્યને જણાવ્યું કે, આ પિસ્તોલ તેને સાતેક મહિના પહેલા 'નિકુંજ' નામના વ્યક્તિએ સાચવવા માટે આપી હતી. જોકે, લાંબો સમય વીતવા છતાં નિકુંજ પરત આવ્યો નહોતો અને તેની સાથે કોઈ સંપર્ક પણ થઈ શક્યો ન હતો.આથી, આર્યને આ પિસ્તોલનો નિકાલ કરવા માટે તેને વેચવાનો પ્લાન બનાવ્યો હતો. તે પિસ્તોલ વેચવા માટે ગ્રાહકની શોધમાં શહેરમાં ફરી રહ્યો હતો, પરંતુ ગ્રાહક મળે તે પહેલા જ તે ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો હતો.

આ પણ વાંચો: Ahmedabad: ડાંગ અને વલસાડના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં


  • Follow us on: