શહેરમાં નશાના કારોબાર સામે સુરત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. તાજેતરમાં મળેલી એક મોટી સફળતામાં, સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો પાડીને લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે એક ઈસમ પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો લઈને સુરતમાં પ્રવેશવાનો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

મુદ્દામાલ અને ધરપકડ

પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ 15.930 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે. બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે ₹8.16 લાખ જેટલી આંકવામાં આવી છે. પોલીસે ગાંજાના જથ્થા સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad News: પાંચ વર્ષમાં CNGના ભાવમાં 31.41 રૂપિયાનો વધારો ઝીંકાયો