સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા મકાઈપુલ નીચે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી. અહીં ભરાતી રવિવારી બજારના વેપારીઓ દ્વારા રાખવામાં આવેલા લાકડાના ફર્નિચર અને સોફાના જથ્થામાં આગ લાગતા જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. નદી કિનારે લાગેલી આ આગને કારણે આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
