સુરત ક્રાઈમ બ્રાન્ચને વર્ષો જૂના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. અડાજણ વિસ્તારમાં વર્ષ 2013માં થયેલી લૂંટની ઘટનામાં સંડોવાયેલો અને છેલ્લા 15 વર્ષથી પોલીસને થાપ આપી નાસતો-ફરતો વોન્ટેડ આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે.


2013માં થયેલી લૂંટનો આરોપી ઝડપાયો

વર્ષ 2013માં અડાજણ વિસ્તારમાં આવેલી અજન્ટા કોર્પોરેશન નામની કમિશન ઓફિસમાં લૂંટની સનસનીખેજ ઘટના બની હતી. આરોપી અને તેના સાગરીતો પાણી પીવાના બહાને ઓફિસમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ ઓફિસના મેનેજરને બંધક બનાવી, માર મારીને તેમની પાસેથી રોકડા ₹9,000, મોબાઈલ ફોન અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવી તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા, પરંતુ આ મુખ્ય આરોપી છેલ્લા 15 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ જગ્યાએ નાસતો ફરતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Gir Somnath: મહાશિવરાત્રી પર્વે સોમનાથમાં માનવ મહેરામણ ઉમટ્યો: 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું શિવાલય

  • Follow us on: