સુરત પોલીસના જાપ્તા હેઠળ કામરેજના આંબોલી ગામે આવેલા જનનીધામ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલી એક બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મહિલા જે રીતે દીવાલ કૂદીને ભાગી છે, તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.


પોલીસના જાપ્તામાંથી બાંગ્લાદેશી ફરાર

મળતી માહિતી મુજબ, ફરાર થયેલી મહિલાનું નામ નઝમાબેગમ હવલેદાર છે. તેને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે કામરેજ નજીક આંબોલી ખાતેના જનનીધામ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. ફરાર થવા માટે મહિલાએ ફિલ્મી ઢબ અપનાવ્યો હતો. તેણે સંરક્ષણ ગૃહના ધાબા પરથી એક પાઇપનો સહારો લઈને નીચે ઉતરી હતી અને ત્યારબાદ દીવાલ કૂદીને અંધારાનો લાભ લઈને નાસી છૂટી હતી. સમગ્ર ઘટના જનનીધામમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે.

પોલીસ મથકમાં ગુમ થવા અંગેની ફરિયાદ

આ ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસ મથકમાં મહિલાના ગુમ થવા અંગેની ફરિયાદ (ગુમ જાણવાજોગ) નોંધવામાં આવી છે. પોલીસે તાત્કાલિક ધોરણે ફરાર થયેલી બાંગ્લાદેશી મહિલા નઝમાબેગમ હવલેદારની શોધખોળ શરૂ કરી દીધી છે અને સંભવિત વિસ્તારોમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: બહુચરાજી 'લૂંટેરી દુલ્હન' કૌભાંડ,ખોટા દસ્તાવેજો બનાવનાર નોટરી વકીલ ઝડપાયો!


  • Follow us on: