સુરતમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા માનસિક તણાવના ગંભીર મુદ્દાને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય (Mental Health) અને કલ્યાણ માટે એક વિશેષ ટાસ્ક ફોર્સ (Task Force) ની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં જિલ્લાના ટોચના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી (DEO), યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC) અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ સામેલ હશે.


ભણતરનો ભાર હળવો કરાશે

આ પહેલના ભાગરૂપે, સરકારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વિગતો મંગાવી છે. સુરતની શાળાઓને આ માહિતી આગામી બે દિવસમાં ઓનલાઇન ફોર્મ દ્વારા અપલોડ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ ટાસ્ક ફોર્સ સમય જતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જાગૃતિ સેમિનારનું આયોજન કરશે, જેથી માનસિક તણાવના પ્રશ્નોને હળવા કરી શકાય.

આ પણ વાંચો : Surat News : વિદ્યાર્થીઓ ભોગ બન્યા!, શિક્ષક વગર જ ક્લાસરૂમ, BLO ના કામને લઈ શાસક-વિપક્ષ સામસામે 

  • Follow us on: