સુરત શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા હત્યાના બનાવોમાં પોલીસનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરની આવિર્ભાવ સોસાયટી ખાતે જૂના ઝઘડાની અદાવત રાખીને એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
સુરતમાં જૂની અદાવતમાં હત્યા
આવર્ભાવ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય સુભાષ લાંડગે નામના મહારાષ્ટ્રીયન યુવકની બે દિવસ પૂર્વે હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હત્યા પાછળનું મુખ્ય કારણ મૃતક સુભાષ લાંડગે અને આરોપીઓ વચ્ચેનો જૂનો ઝઘડો અને અદાવત હતી. હત્યા પહેલા મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ મારામારી પણ થઈ હતી. તેના થોડા કલાકો બાદ આરોપીઓએ મૃતક સુભાષ લાંડગેના દાઢી, છાતી, પીઠ તથા ડાબા હાથના ભાગે છરાના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી.










