શહેરના જાણીતા બિલ્ડર અને રુંગટા ગ્રુપના અનિલ રુંગટા સાથે રૂપિયા 1.26 કરોડની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. પલસાણા તાલુકાના ઈટાળવા ગામની જમીનના સોદામાં ખેડૂત અને જમીન દલાલોએ ભેગા મળીને આ આખી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે.


ખેડૂત અને જમીન દલાલોએ મળીને છેતરપિંડી કરી

મળતી માહિતી મુજબ, બિલ્ડર અનિલ રુંગટાને પલસાણાના ઈટાળવા ગામમાં જમીન ખરીદવામાં રસ હતો. આ દરમિયાન જમીન દલાલો અને સ્થાનિક ખેડૂતે વિશ્વાસમાં લઈ જમીન અપાવવાનું કહી સોદો નક્કી કર્યો હતો. આ પેટે બિલ્ડર પાસેથી અલગ-અલગ સમયે કુલ ₹1.26 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા. જોકે, પેમેન્ટ મેળવ્યા બાદ જમીનનો કબજો કે દસ્તાવેજ કરી આપવામાં આરોપીઓ ઠાગાઠૈયા કરવા લાગ્યા હતા.

તપાસનો ધમધમાટ

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા બિલ્ડર અનિલ રુંગટાએ તાત્કાલિક સુરત ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ખેડૂત અને જમીન દલાલોની ટોળકી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: દેશી બનાવટી પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ, પિસ્તોલ વેચવા માટે ગ્રાહક શોધતો આર્યન વાઘ પોલીસના સકંજામાં

  • Follow us on: