સુરતના લિંબાયત વિસ્તારમાં તસ્કરોએ કાયદાનો ડર રાખ્યા વગર એક બંધ મકાનને નિશાન બનાવ્યું છે. લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરના તાળા તોડી તસ્કરો લાખો રૂપિયાની મતાની ચોરી કરી પલાયન થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


તસ્કરોએ 10 લાખની મતા પર હાથફેરો કર્યો

લિંબાયત વિસ્તારમાં રહેતો એક પરિવાર ઘરે તાળાં મારીને લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે બહાર ગયો હતો. આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરના દરવાજાના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાં રાખેલા સોના અને ચાંદીના કિંમતી ઘરેણાં સહિત કુલ રૂપિયા 10 લાખની મતા પર હાથફેરો કર્યો હતો.

ચોરીની મોડસ ઓપરેન્ડી

પરિવાર જ્યારે લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત ફર્યો ત્યારે ઘરના તાળાં તૂટેલા જોઈ ચોંકી ઉઠ્યો હતો. ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો અને કબાટમાંથી કિંમતી દાગીના ગાયબ હતા. તસ્કરોએ રેકી કરીને આ ચોરીને અંજામ આપ્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

આ પણ વાંચો:Ahmedabad: સુરત સાયબર ક્રાઈમના વોન્ટેડ આરોપીને કૃષ્ણનગર પોલીસે ઝડપી લીધો


  • Follow us on: