સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં સામાન્ય ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બે જૂથો કે છોકરાઓ વચ્ચેના વિવાદમાં મધ્યસ્થી બનીને સમજાવવા ગયેલા 30 વર્ષીય યુવક મોહમ્મદ ફરીદની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ મામલે અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
સમાધાન કરાવવા ગયેલા યુવકની હત્યા
કોસાડ આવાસમાં નજીવી બાબતે છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો વધુ ન વણસે તેવા ઉમદા હેતુથી મોહમ્મદ ફરીદ નામનો યુવક ત્યાં સમજાવવા અને સમાધાન કરાવવા માટે ગયો હતો. જોકે, ઉશ્કેરાયેલા શખ્સોએ સમાધાન કરવાને બદલે મોહમ્મદ ફરીદ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું.










