સુરતના ઉધના વિસ્તારમાં જાહેરમાં ચેન સ્નેચિંગની ઘટનાએ ચકચાર મચાવી હતી. બાઇક પર જઈ રહેલા એક દંપતીને નિશાન બનાવી ગઠિયો સોનાની ચેન ખેંચીને પલાયન થઈ ગયો હતો. જોકે, આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે ઉધના પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


ચેન સ્નેચિંગનો આરોપી ઝડપાયો

ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી સાહિલ ઝાંકીર શેખને દબોચી લીધો છે. પોલીસ તપાસમાં તેની પાસેથી ગુનામાં વપરાયેલ વાહન અને લૂંટાયેલી વસ્તુઓ મળી આવી છે.સોનાની ચેન, મોપેડ ગાડી, કુલ મુદ્દામાલ અંદાજે રૂ. 2.05 લાખ.આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સાહિલ શેખ કોઈ નવો નિશાળિયો નથી, પરંતુ સુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ અગાઉ 10થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે લાંબા સમયથી લૂંટ અને સ્નેચિંગ જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો.

CCTV ફૂટેજ બન્યા મહત્વના પુરાવા

ઘટના સમયે આરોપી જે પ્રકારે દંપતીની પાછળ મોપેડ લઈને આવ્યો અને ઝપટ મારીને ચેન ખેંચી તે દ્રશ્યો સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતા હતા. આ ફૂટેજના આધારે પોલીસે આરોપીના રૂટને ટ્રેક કર્યો અને તેને ઝડપી લેવામાં સફળતા મેળવી.

આ પણ વાંચો: Ahmedabad: હેલ્મેટના બોક્સ પાછળ છુપાવેલો 84 લાખનો દારૂ ઝડપાયો, ચંદીગઢથી જૂનાગઢ જતો ટ્રક PCBએ દબોચ્યો


  • Follow us on: