દેશ અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી વસ્તી ગણતરી પ્રક્રિયાના ભાગરૂપે ડિજિટલ 'સ્વગણના' (Self-Enumeration) કાર્યક્રમનો સુરત ખાતેથી ભવ્ય પ્રારંભ થયો છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતા અને અગ્રણી આગેવાનીમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં તેમણે પોતે સક્રિય ભાગ લીધો હતો. આ પ્રસંગે સી.આર. પાટીલે ડિજિટલ પોર્ટલ પર પોતાની વ્યક્તિગત અને પારિવારિક વિગતો ઓનલાઇન સબમિટ કરીને નાગરિકો સમક્ષ આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

જનગણના માટે ખાસ રોડમેપ

સ્વગણના પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઉપસ્થિત મેદની અને મીડિયાને સંબોધિત કરતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આગામી જનગણના માટે સરકાર દ્વારા વિશેષ અને આધુનિક આયોજન કરવામાં આવ્યું છે. વસ્તી ગણતરી એ કોઈ સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી પરંતુ એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયા છે. આ ડેટાના આધારે જ દેશના ભવિષ્યનું નીતિનિર્માણ અને સરકારી યોજનાઓનું માળખું ઘડાતું હોય છે.

સાચી માહિતીથી યોગ્ય લોકો સુધી પહોંચશે વિકાસ

સી.આર. પાટીલે વસ્તી ગણતરીના ડેટાની ઉપયોગિતા અંગે વાત કરતા વિગતવાર જણાવ્યું કેએકત્રિત કરાયેલી તમામ માહિતીનો સીધો ઉપયોગ દેશના નાગરિકોના વિકાસ માટે કરવામાં આવશે.નવી સરકારી યોજનાઓ, બજેટ ફાળવણી અને નીતિનિર્માણમાં આ આંકડાઓ મુખ્ય સ્ત્રોત બનશે.વસ્તીના સચોટ આંકડા મળવાથી જનકલ્યાણકારી યોજનાઓનો વાસ્તવિક લાભ છેવાડાના યોગ્ય લોકો અને પછાત વિસ્તારો સુધી ચોકસાઈપૂર્વક પહોંચાડી શકાશે.

આ પણ વાંચો: Amreli: બાઇકની હેડલાઇટમાં ઘૂસી ગયો ઝેરી કોબ્રા સાપ, 112 ના જવાને કર્યું સફળ રેસ્ક્યુ