મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઇઝરાયલ-ઈરાન યુદ્ધની સીધી અસર હવે સુરતના વેપારીઓ અને ગૃહિણીઓ પર પડી રહી છે. છેલ્લા પાંચ દિવસથી સુરત શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે, જેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને કેફે સહિતના વ્યવસાયો ઠપ્પ થવાની સ્થિતિમાં આવી ગયા છે.


સપ્લાય ખોરવાતા વેપારીઓની મુશ્કેલી

સુરતમાં અંદાજે 67 જેટલા કોમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ આવેલા છે. યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાય ચેઈનમાં અવરોધ આવતા સુરતને મળતો જથ્થો નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. ગેસ પ્લાન્ટ પર ડિસ્ટ્રીબ્યુટર્સની ગાડીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે, પરંતુ પૂરતો જથ્થો ન મળવાને કારણે તેઓ ખાલી હાથે પરત ફરી રહ્યા છે.

10 થી 15 દિવસનું વેટિંગ

ગેસ એજન્સીઓના સંચાલકોના જણાવ્યા અનુસાર, ડિસ્ટ્રીબ્યુશનમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. આ અછતને કારણે હાલમાં કોમર્શિયલ સિલિન્ડર મેળવવા માટે 10 થી 15 દિવસનું લાંબુ વેટિંગ જોવા મળી રહ્યું છે. જેની સીધી અસર હોટલ-રેસ્ટોરન્ટના મેનૂ અને કામગીરી પર પડી રહી છે, જેનાથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Navsari: પોલીસ બંદોબસ્ત સાથે નવસારી મનપાએ હથોડા ઝીંકી દબાણો કર્યા દૂર


  • Follow us on: