સુરત શહેરના ડિંડોલી પોલીસ મથકની ટીમે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ચોરીની ઓટોરિક્ષા સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપી પાસેથી રિક્ષા સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોરીની ઓટોરિક્ષા સાથે એક ઝડપાયો
ડિંડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતી, તે દરમિયાન એક શંકાસ્પદ ઓટોરિક્ષા ચાલકને અટકાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા રિક્ષાના કાગળો અને એન્જિન નંબરની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ રિક્ષા ચોરીની છે. આરોપીએ પોલીસને સંતોષકારક જવાબ ન આપતા તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે રિક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.










