વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે, વિદેશ પ્રવાસ કરવાની જગ્યાએ પોતાના દેશમાં જ સારા ફરવા લાયક સ્થળો છે ત્યાં ફરવું જોઈએ. ડેસ્ટિનેશન વેડિંગ વિદેશમાં નહીં પણ આપણાં જ દેશમાં કરવું જોઈએ. વડાપ્રધાનની આ અપીલ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ પણ રદ કર્યો હતો. આ ઉપરાંત સુરતમાં પણ તેમની અપીલ બાદ વિદેશ પ્રવાસ માટેના બુકિંગ પર અસર દેખાઈ હતી.

સુરતમાં PMની અપીલ બાદ વિદેશ પ્રવાસમાં ઘટાડો

વડાપ્રધાનની અપીલ બાદ સુરતમાં અનેક ટૂર એન્ડ ટ્રાવેલ્સને ત્યાં વિદેશ પ્રવાસના બુકિંગોમાં ઘટાડો થયો છે. સંચાલકોનું કહેવું છે કે, વડાપ્રધાનની અપીલ બાદ અનેક સંચાલકોને ત્યાં ઈન્કવાયરી અને બુકિંગો બંધ થયાં છે. વિદેશ પ્રવાસ માટે પહેલા 20 કોલ આવતા હતાં. હવે ઈન્કવાયરી માટે કોલ આવતા નથી. વિદેશ પ્રવાસની ઈન્કવાયરી એકદમ શૂન્ય થઈ ગઈ છે. સંચાલકોએ કહ્યું હતું કે, લોકો હવે ડોમેસ્ટીક ઈન્કવાયરી કરી રહ્યાં છે.

ડોમેસ્ટિક ઈન્કવાયરીમાં વધારો થયો

વિદેશ પ્રવાસના બુકિંગો બંધ થયા છે બીજી બાજુ ડોમેસ્ટિક ઈન્કવાયરીમાં વધારો થયો છે. પ્રવાસીઓ હવે વિદેશ જવાને બદલે સિક્કિમ, વારાણસી, જમ્મુ કાશ્મીર, સિમલા, ગોવા, રામેશ્વરમ સહિતના સ્થળો પર જવા માટે ઈન્કવાયરી કરી રહ્યાં છે. સંચાલકોને ત્યાં ઈન્કવાયરી માટે આવેલી કેટલીક મહિલાઓએ કહ્યું હતું કે, તેઓ ગ્રુપમાં વિદેશ જવાની હતી પરંતુ હવે તેઓ ડોમેસ્ટિક પ્લેસ પર જવાનું નક્કી કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Kutchના નલિયામાં પેટ્રોલ-ડીઝલ માટે હાડમારી, હાઈવે સુધી વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકજામ