સુરતના મોટા વરાછા વિસ્તારમાં ધૂળેટીના દિવસે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. દારૂના નશામાં ધૂત કેટલાક યુવકોએ વાહન હંકારી અકસ્માત સર્જતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અકસ્માત બાદ ભાગવા જઈ રહેલા યુવકોને સ્થાનિકોએ પકડી પાડી રસ્તા પર જ ઢોર માર માર્યો હતો.

અકસ્માત સર્જતા લોકોમાં ભારે આક્રોશ

ગઈકાલે ધૂળેટીના પર્વ નિમિત્તે લોકો રંગોની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે મોટા વરાછા વિસ્તારમાં નશામાં ધૂત કેટલાક યુવકો પૂરપાટ ઝડપે વાહન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. વાહનચાલક યુવકો દારૂ પીધેલી હાલતમાં હોવાનું માલૂમ પડતા લોકોનો પિત્તો ગયો હતો.

લોકોનો રોષ અને ધોલાઈ

ઉશ્કેરાયેલા ટોળાએ યુવકોને વાહનમાંથી નીચે ઉતારી મેથીપાક ચખાડ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો યુવકોને ઢોર માર મારી રહ્યા છે. લોકોના રોષને જોઈને યુવકો માફી માંગી રહ્યા હતા, પરંતુ લોકોએ તેમને પકડીને સબક ભણાવ્યો હતો.

આ પણ વાંચો:Ahmedabad: નવરંગપુરામાં આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી 20 લાખની ચોરી, એડ્રેસ પૂછવાના બહાને તસ્કરોનો કીમિયો