નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) નો વિરોધ કરી રહેલા તત્વોને આકરો અને જડબાતોડ જવાબ આપ્યો છે. સુરતમાં BLOની કામગીરીના નિરીક્ષણ દરમિયાન તેમણે વિરોધ કરનારાઓ પર સીધો પ્રહાર કરતાં ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
SIRનો વિરોધ કરનારાને DYCMનો જવાબ
DYCM હર્ષ સંઘવીએ વિરોધ કરનારાઓને સવાલ પૂછ્યો કે, “શું વિરોધ કરનારા બાંગ્લાદેશીઓને સાચવવા માંગે છે? તેમણે લોકશાહીના પાયાના સિદ્ધાંતોની વાત કરતાં જણાવ્યું હતું કે, “કોઈ પણ દેશનો નેતા, રાજ્યનો નેતા કે નગરપાલિકાના નેતાને પસંદ કરવાનો ક્ષેત્રના નાગરિકોનો હક હોવો જોઈએ કે તેમનો નેતા કોણ હશે.
વિરોધ કરનારા બાંગ્લાદેશીઓને સાચવવા માંગે છે
હર્ષ સંઘવીએ આક્ષેપભરી ભાષામાં સ્પષ્ટ સવાલ ઉઠાવ્યો કે આ બાંગ્લાદેશી ઘૂસણખોરો નક્કી કરશે કે દેશના નેતા કોણ હશે? આજે જે લોકો વિરોધ કરે છે, એ આ બાંગ્લાદેશીઓ દેશમાં નેતા નક્કી કરશે? DYCMના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સરકાર SIR કાર્યક્રમમાં બિન-કાયદેસર ઘૂસણખોરોને મતદાર યાદીમાંથી દૂર કરવાની કાર્યવાહીને સંપૂર્ણ સમર્થન આપે છે અને વિરોધ કરનારાઓને રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોના હક વિરુદ્ધના ગણી રહી છે. તેમનો આ જવાબ મતદાર યાદીની શુદ્ધતા અને નાગરિકોના મતાધિકારના મહત્ત્વ પર ભાર મૂકે છે.
આ પણ વાંચો: DYCM હર્ષ સંઘવી દ્વારા BLOની કામગીરીનું નિરીક્ષણ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમીક્ષા