સુરતમાં સાયબર અપરાધીઓ હવે ઉચ્ચ અધિકારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનના નામે એક ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


સુરતમાં પાલિકા કમિશનરનું વોટ્સએપ ફેક એકાઉન્ટ

જાણવા મળતી વિગતો મુજબ કોઈ અજાણ્યા શખ્સે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનનો ફોટો પ્રોફાઈલ પિક્ચર (DP) તરીકે રાખીને એક વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું છે. આ એકાઉન્ટ દ્વારા પાલિકાના કર્મચારીઓ અને અન્ય લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

વિદેશી નંબરનો કરાયો ઉપયોગ

આ ફેક એકાઉન્ટ કોઈ ભારતીય નંબર પરથી નહીં, પરંતુ વિદેશના નંબર (+1 અથવા અન્ય આંતરરાષ્ટ્રીય કોડ) પરથી ઓપરેટ કરવામાં આવી રહ્યું છે. સાયબર ઠગો સામાન્ય રીતે આવા ફેક એકાઉન્ટ બનાવીને નાણાકીય મદદ અથવા એમેઝોન ગિફ્ટ કાર્ડ જેવી માંગણીઓ કરતા હોય છે.

પાલિકા તંત્રની અપીલ

આ ઘટનાની ગંભીરતાને જોતા સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવી છે. કમિશનરના નામે આવતા શંકાસ્પદ મેસેજનો જવાબ ન આપવો. કોઈપણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ કે વિગતો શેર ન કરવી. જો આવો કોઈ મેસેજ મળે, તો તુરંત સાયબર ક્રાઈમ વિભાગને જાણ કરવી.

આ પણ વાંચો: Surat: વાહનોમાં સફેદ LED લાઈટ લગાડનારા 60થી વધુ ચાલકો દંડાયા, અકસ્માતો રોકવા ટ્રાફિક પોલીસ અને RTOનું સંયુક્ત મેગા ચેકિંગ

  • Follow us on: