શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા દુખીયાના દરબાર રોડ પર ગઈકાલે એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે મોટરસાયકલો વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે તેની તીવ્રતા જોઈને જોનારના કાળજા કંપી ઉઠ્યા હતા.
મોટા વરાછામાં અકસ્માતમાં 1નું મોત
મોટા વરાછા વિસ્તારમાં બે પૂરપાટ ઝડપે આવતી બાઈકો સામસામે અથડાઈ હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ટક્કર થતાની સાથે જ એક બાઈકચાલક હવામાં અનેક ફૂટ ઊંચે ફંગોળાઈને જમીન પર પટકાયો હતો, જ્યારે બીજી બાઈક પર સવાર યુવક ટક્કર લાગતાની સાથે જ બાઈક પર બેભાન થઈ ગયો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
