સુરત નજીક કોસંબાના ધામદોડ ગામની સીમમાં આવેલી પી.પી. સવાણી યુનિવર્સિટી (P.P. Savani University) ના કેમ્પસમાં વિદ્યાર્થીઓનાં બે જૂથો વચ્ચે સામાન્ય બાબતને લઈને ઉગ્ર મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.


વિદ્યાર્થીઓનાં બે જૂથો વચ્ચે મારામારી 

પ્રાપ્ત માહિતી મુજબ, યુનિવર્સિટી કેમ્પસમાં બેસવા જેવી નજીવી બાબતને લઈને વિદ્યાર્થીઓના બે જૂથો મુખ્યત્વે સાઉથ ઇન્ડિયન અને બિહારના વિદ્યાર્થીઓ  વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. આ બબાલે ધીમે ધીમે મારામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે કેમ્પસમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ ઝઘડો જોવા માટે ગયેલા અન્ય કેટલાક વિદ્યાર્થીઓ અને યુવકોને પણ ઝઘડતા વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. આ મારામારીમાં એક યુવકને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 બબાલે ધીમે ધીમે મારામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું

યુનિવર્સિટી કેમ્પસમાં થયેલી આ મારામારીની ઘટના બાદ કોસંબા પોલીસને જાણ કરવામાં આવી હતી. કોસંબા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને કયા સંજોગોમાં આ ઝઘડો થયો અને તેમાં કોણ કોણ સામેલ હતું તેની વધુ કાર્યવાહી હાથ ધરી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આ પ્રકારની ઘટના બનતાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને અનુશાસન પર સવાલો ઊભા થયા છે.


આ પાણ વાંચો: વેસુ વિસ્તારમાં ચાલુ કાર (થાર) માં એકાએક આગ, બે લોકોનો આબાદ બચાવ


  • Follow us on: