સુરત શહેરમાં ગ્રાહકોના આરોગ્ય સાથે થતા ચેડાં રોકવા માટે સુરત SOG અને મનપાના ફૂડ વિભાગે સંયુક્ત રીતે મોરચો માંડ્યો છે. શહેરના જાણીતા ફૂડ આઉટલેટ્સ અને રેસ્ટોરન્ટ્સ પર હાથ ધરવામાં આવેલા મેગા સરપ્રાઈઝ ચેકિંગથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 ફૂડ આઉટલેટ્સમાં સરપ્રાઈઝ ચેકિંગ

તંત્ર દ્વારા તમામ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની વાનગીઓમાં જે પનીર વાપરે છે, તેની વિગત ગ્રાહકોને સ્પષ્ટપણે જણાવવી પડશે. ગ્રાહકોને દેખાય તે રીતે ડિસ્પ્લે બોર્ડ પર લખવું પડશે કે વપરાતું પનીર 'કુદરતી (Natural)' છે કે પછી 'એનાલોગ (Analog - વેજીટેબલ ફેટમાંથી બનેલું)'.

નિયમ ભંગ બદલ ભારે દંડ

તંત્રએ ચેતવણી આપી છે કે જો નિયત સમયમર્યાદામાં આ પ્રકારના માહિતી આપતા બોર્ડ લગાવવામાં નહીં આવે, તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ સંબંધિત સંસ્થાને રૂપિયા 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. પનીરના નામે સસ્તું અને હાનિકારક એનાલોગ પનીર પધરાવી દેતી હોટલો સામે આ એક મોટું પગલું માનવામાં આવે છે.

આ પણ વાંચો: Kadi: સ્કોર્પિયો કારમાં અમાનવીય રીતે ગાયને ગોંધી રાખતા શખ્સો વિરુદ્ધ ફરિયાદ