સુરત મહાનગરપાલિકાના વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર થયો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મિલિન્દ તોરવણેએ આજે સુરત મહાનગરપાલિકાના 9માં વહીવટદાર તરીકે પદભાર સંભાળી લીધો છે.


વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર

સુરત મહાનગરપાલિકાના વર્તમાન કમિશનર એમ. નાગરાજન દ્વારા મિલિન્દ તોરવણેનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પદભાર સંભાળ્યા બાદ તેઓએ પાલિકાના વિવિધ વિભાગો અને ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અંગે પ્રાથમિક ચર્ચાઓ કરી હતી.

સુરત સાથે જૂનો નાતો

મિલિન્દ તોરવણે સુરત શહેર માટે અજાણ્યા નથી. તેઓ અગાઉ વર્ષ 2014 થી 2016 દરમિયાન સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન સુરતના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું.

શહેરના પ્રશ્નોથી સુમાહિતગાર

અગાઉ કમિશનર તરીકે રહી ચૂક્યા હોવાથી તેઓ સુરત શહેરની ભૌગોલિક સ્થિતિ, જટિલ પ્રશ્નો અને વિકાસના આયોજનોથી સારી રીતે સુમાહિતગાર છે. તેમના આ અનુભવનો લાભ આગામી સમયમાં સુરતના વહીવટ અને નાગરિક સુવિધાઓમાં જોવા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Umreth: બેચરી ગામે એક જ રાતમાં 3 ઘર અને દુકાનમાં ખાતર પડ્યું, 4.11 લાખની મત્તા સાફ


  • Follow us on: