શહેરમાં ઠગબાજો અવનવા કીમિયા અજમાવી નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં કાપોદ્રા વિસ્તારમાં એક ફાઇનાન્સ પેઢીના સંચાલકે લોન અપાવવાના બહાને ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.


ફાઇનાન્સ પેઢીના સંચાલકે છેતરપિંડી આચરી

કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક ફાઇનાન્સ પેઢીના સંચાલકે ગ્રાહકોને વિશ્વાસમાં લીધા હતા કે તે તેઓને સહેલાઈથી 'એકાઉન્ટ-ટુ-એકાઉન્ટ' લોન અપાવી દેશે. આ લોન અપાવવાની લાલચ આપીને સંચાલકે ગ્રાહકો પાસેથી પ્રોસેસિંગ ફી અને અન્ય વહીવટી ખર્ચના નામે ટુકડે-ટુકડે નાણાં પડાવવાનું શરૂ કર્યું હતું.ભોગ બનનાર ગ્રાહકો પાસેથી લોન મંજૂર કરાવવાના બહાને સંચાલકે અંદાજે ₹5 લાખ જેટલી માતબર રકમ રોકડમાં મેળવી લીધી હતી.

સંચાલકે ગોળ-ગોળ જવાબો આપ્યા

જોકે, લાંબો સમય વીતવા છતાં ગ્રાહકોને લોન મળી ન હતી. જ્યારે ગ્રાહકોએ પોતાના નાણાં પરત માંગ્યા, ત્યારે સંચાલકે ગોળ-ગોળ જવાબો આપી નાણાં પરત કરવાની મનાઈ કરી દીધી હતી. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ભોગ બનનારાઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે ફાઇનાન્સ પેઢીના સંચાલક વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે પ્રાથમિક દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Navsari: બીલીમોરામાં જૂની અદાવત લોહીયાળ બની, ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેઠેલા યુવકને કારથી કચડી મારી બુટલેગર ફરાર


  • Follow us on: