સુરત જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાં જ ખેતીવાડી વિસ્તારોને નિશાન બનાવતી વીજવાયરોની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. તસ્કરો દ્વારા ખેતરોમાં નાખવામાં આવેલી એગ્રિકલ્ચરલ (ખેતીવાડી) લાઈનોના વાયરો કાપીને ફરાર થવાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે ખેડૂતો અને વીજ કંપની બંને મુશ્કેલીમાં મુકાયા છે.
માંગરોળ બાદ કામરેજમાં ચોરી
અગાઉ માંગરોળ તાલુકાના આંકડોત, સિમોદ્રા સહિત અન્ય વિસ્તારોમાં વીજ વાયરોની ચોરી થઈ હોવાના કિસ્સા સામે આવ્યા હતા. હવે આ ચોર ગેંગે કામરેજ તાલુકાને નિશાન બનાવ્યું છે.કામરેજ તાલુકાના જોખા વાવ રોડ પરના ખેતીવાડી વિસ્તારમાં વીજ વાયરોની ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ એગ્રીકલ્ચર લાઈનની એલ્યુમિનિયમની LT લાઈનના આશરે 320 મીટર લંબાઈના વાયરોની ચોરી કરી હતી. આ લાઇનમાં કુલ 960 મીટર વાયરની ચોરી થઈ હોવાનું અનુમાન છે.
