સુરત પોલીસે વિદેશી મહેમાનની મુશ્કેલી દૂર કરી છે. જર્મનીથી ભારત પ્રવાસે આવેલી એક મહિલા પ્રવાસી પોતાનો કિંમતી મોબાઈલ ફોન રિક્ષામાં ભૂલી ગઈ હતી, જે મહિધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી તેને પરત સોંપ્યો છે.


જર્મનીની મહિલા મોબાઈલ રિક્ષામાં ભૂલી ગઈ

મહિધરપુરા વિસ્તારમાં પ્રવાસ કરી રહેલી જર્મનીની આ મહિલા રિક્ષામાં ઉતરી ત્યારે અજાણતા જ પોતાનો મોબાઈલ રિક્ષામાં ભૂલી ગઈ હતી. મોબાઈલ ગુમ થતા ગભરાયેલી મહિલાએ તુરંત મહિધરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને પોતાની આપવીતી જણાવી હતી.

પોલીસની ત્વરિત કામગીરી

પોલીસે મામલાની ગંભીરતા સમજીને તુરંત ટેકનિકલ સર્વેલન્સ અને વિસ્તારના CCTV ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી હતી. ફૂટેજના આધારે રિક્ષા નંબર ટ્રેક કરીને પોલીસે ગણતરીના કલાકોમાં જ મહિલાનો મોબાઈલ સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો.

વિદેશી મહિલાએ માન્યો આભાર

પોતાનો મોબાઈલ પરત મળતા જર્મન મહિલાની ખુશીનો પાર રહ્યો નહોતો. તેણે સુરત પોલીસની કાર્યક્ષમતા અને સંવેદનશીલતાના ખૂબ વખાણ કર્યા હતા. પોલીસ સ્ટેશનની વિઝીટ નોટમાં તેણે ખાસ નોંધ લખતા જણાવ્યું હતું કે, "I am very grateful to Surat Police" (હું સુરત પોલીસની ખૂબ આભારી છું).

આ પણ વાંચો: Vadodara: 3 વર્ષની માસૂમ બાળકી સાથે અડપલાં કરનાર સ્કૂલ વાન ચાલકને 20 વર્ષની કેદ


  • Follow us on: