સુરત શહેરના પરવટ પાટિયા વિસ્તારમાં આવેલ અનમોલ કોમ્પલેક્સમાં એક વૃદ્ધાની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. 70 વર્ષીય વૃદ્ધાની તેમના જ ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે હત્યા અન્ય કોઈએ નહીં પણ વૃદ્ધાના પોતાના દોહિત્રએ જ કરી હતી.

રોજિંદી કચકચ બની હત્યાનું કારણ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હત્યારો દોહિત્ર છેલ્લા ઘણા સમયથી બેકાર હતો. ઘરે નવરો બેસી રહેતા દોહિત્રને તેની નાની અવારનવાર કામ કરવા માટે કે અન્ય બાબતોમાં ટોકતી હતી. રોજિંદી આ કચકચ અને ઠપકાથી ત્રાસી જઈને આવેશમાં આવેલા દોહિત્રએ પોતાની નાની પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પોલીસની ત્વરિત કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પુણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસને શરૂઆતથી જ ઘરના કોઈ સભ્ય પર શંકા હતી. જ્યારે પોલીસે વૃદ્ધાના દોહિત્રની ઝીણવટભરી પૂછપરછ શરૂ કરી, ત્યારે તે વારંવાર નિવેદનો બદલતો હતો. અંતે પોલીસની કડક પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સ સામે દોહિત્ર ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

આ પણ વાંચો: Ahmedabad: ચોમાસા પહેલા જ શહેરની સ્થિતિ બદતર, એક જ મહિનામાં પડ્યો ત્રીજો ભુવો