સુરતના વરાછા વિસ્તારમાં લારી-પાથરણા લગાવીને પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ વેપારીઓ પાલિકા અને પોલીસની કથિત હેરાનગતિથી ભારે પરેશાન છે. સતત થતી હેરાનગતિથી કંટાળીને આજે લારી-પાથરણાવાળાઓએ સ્થાનિક ધારાસભ્ય (MLA) કુમાર કાનાણીને મળીને ઉગ્ર રજૂઆત કરી હતી.


લારીવાળાઓનું આંદોલન

વેપારીઓએ MLA સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ દ્વારા તેમનો સામાન વારંવાર જપ્ત કરી લેવામાં આવે છે. આ ઉપરાંત, પાલિકાકર્મીઓ વેપારીઓ સાથે ઉદ્ધત વર્તન કરતા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. લારી-પાથરણાવાળાઓએ કુમાર કાનાણીને રજૂઆત કરીને ન્યાયની માંગ કરી છે અને શાંતિપૂર્ણ રીતે પોતાનું કામ કરવા દેવાની વિનંતી કરી છે. ધારાસભ્યએ આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરીને ગરીબ વેપારીઓની સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો : Ahmedabad ના રસ્તા પર ખૂલ્લેઆમ તલવારથી હુમલો, બોડકદેવ વિસ્તારમાં બાઈકચાલક અને સાગરિતોનો આતંક

  • Follow us on: