સુરતમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આવામાં હિટ એન્ડ રન (hit and run)ની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આવામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સુરત શહેરમાં ભારે વાહન ચાલકો બેદરકારી પૂર્વક વાહન ચલાવવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના લોકો આ મામલે કાયમી સમાધાન લાવવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.


અકસ્માતમાં બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત

સુરત શહેરમાં રફ્તારના રાક્ષસે વધુ એકનો ભોગ લીધો છે. સુરત શહેરમાં ભારે વાહન ચાલકોનો આતંક યથાવત છે. ગજેરા સર્કલ પર પૂરપાટ આવતા ડમ્પરની અડફેટ બાઈક સવાર યુવક આવી ગયો હતો. જે કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો છે. આ અકસ્માતમાં બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

બેફામ વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહીની માગ

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કતારગામ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. હિટ એન્ડ રનની ઘટના (hit and run incident) માં વધારો થવાના કારણે શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે સ્થાનિકો ટ્રાફિકની સમસ્યા અને બેફામ વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.


આ પણ વાંચો - Surat News: વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો, મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરની ધરપકડ


  • Follow us on: