હાલ રાજ્યમાં લાંચિયા અધિકારીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ગુજરાત એસીબી દ્વારા ઘણા લાંચિયા અધિકારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આવામાં સુરતમાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાતા સરકારી કર્મચારી બેડામાં ખૌફનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના ઉધનામાં સર્કલ ઓફિસર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર લાંચ એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયો છે.


કામના અવેજ પેટે કૃષ્ણકુમાર ડાભીએ 10 હજાર રૂપિયાની લાંચ માંગણી કરી

સુરત ACB દ્વારા કૃષ્ણકુમાર ડાભીને 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. ઘટનાની વિગતો અનુસાર, ફરિયાદીએ કાચી નોંધ પ્રામાણિત કરવા અરજી કરી હતી. જમીનમાં નામોની કાચી નોંધ પ્રામાણિત કરવાની હતી, આ કામના અવેજ પેટે કૃષ્ણકુમાર ડાભીએ 10 હજાર રૂપિયાની લાંચ માંગણી કરી હતી. આ અંગે ફરિયાદ કરતા સુરત એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.

ACB પોલીસે રૂપિયા 10,000 લેતા રંગેહાથે કૃષ્ણકુમાર ડાભીને ઝડપી લીધો

સુરતના ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયો હતો, જે કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. ફરિયાદીને અસીલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા માટે અરજી કરી હતી. જે કાર્યવાહી કરવાનાં અવેજ પેટે આ કામનાં આરોપીએ રૂપિયા 10,000ની લાંચની માંગણી કરી હતી.સુરત ACB પોલીસ દ્વારા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભીને ઝડપી લેવામાં આવ્યો છે. ACB પોલીસે રૂપિયા 10,000 લેતા રંગેહાથે કૃષ્ણકુમાર ડાભીને ઝડપી લીધો છે.


આ પણ વાંચો - Surendranagar News: નાયબ મામલતદાર ભ્રષ્ટાચાર કેસમાં EDના મોટા ખુલાસા, જાણો કેવી રીતે કરી કાળી કમાણી?



  • Follow us on: