સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર સામે ED દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરી લેવામાં આવી છે. જે બાદ ઈડીએ આરોપી ચંદ્રસિંહ મોરીના 14 દિવસની રિમાન્ડની માગ કરતી અરજી કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં ઈડીએ ઘણા મોટા અને ચોંકાવનારા ખુલાસ કર્યા છે.
ચંદ્રસિંહ મોરી સ્પીડ પોસ્ટના માધ્યમથી પૈસાની માંગણી કરતો હતો
આ અરજીમાં જણાવ્યા અનુસાર, ચંદ્રસિંહ મોરીના બેડરૂમમાંથી 67.50 લાખ મળ્યાં હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સાથે ઈડીનો આરોપ છે કે, આરોપી ચંદ્રસિંહ મોરી સ્પીડ પોસ્ટના માધ્યમથી પૈસાની માંગણી કરતો હતો. આ સાથે તે કમિશન એજન્ટ તેમજ દલાલ મારફતે પણ લાંચની રકમ ભેગી કરતો હતો. આ સાથે ઈડી ચંદ્રસિંહ મોરી ભ્રષ્ટાચાર કેસમાં ખંડણીની માગ અને પૈસા કેવી રીતે એકત્રિત કર્યા તેની તપાસ કરશે.













