સુરતના સચિન GIDC વિસ્તારમાં ઓનલાઇન વેપાર કરતા એક વેપારીને હનીટ્રેપમાં ફસાવી, ધાક-ધમકી આપી રુપિયા પડાવવાના ગુનામાં લાંબા સમયથી ફરાર મુખ્ય આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. સચિન GIDC પોલીસે આ હનીટ્રેપ ગેંગના માસ્ટરમાઇન્ડ કાનુ પ્રધાનની ધરપકડ કરી છે.
ઓનલાઇન વેપારીને બનાવ્યો હતો નિશાન
આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. અમરોલી વિસ્તારમાં રહેતા અને ઓનલાઇન વેપાર સાથે સંકળાયેલા એક વેપારીને આ ટોળકીએ યુવતી મારફતે હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યારબાદ, પોલીસ હોવાની ઓળખ આપી અથવા બદનામ કરવાની ધમકી આપી વેપારી પાસેથી મોટી રકમ પડાવીને ધાડ આચરી હતી.










