સુરત શહેરમાંથી ફરી એકવાર 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ની ગંભીર ઘટના સામે આવી છે. આ વખતે કોઈ સામાન્ય નાગરિક નહીં, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર હજારો લોકોને પોતાના વીડિયો દ્વારા હસાવતો લોકપ્રિય ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ કાયદાના સકંજામાં આવ્યો છે. નશાની હાલતમાં બેફામ કાર હંકારી હિરેન પટેલે બે નિર્દોષ બાઈક સવારોને અડફેટે લીધા હતા.
સુરતમાં ફરી એકવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના
મળતી માહિતી મુજબ, આ અકસ્માત સુરતના પોશ ગણાતા મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે સર્જાયો હતો. ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બે બાઈક સવાર યુવકોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને બાઈક સવારોને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.










