સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કામરેજ તાલુકાના પરબ ગામે ચાલી રહેલા ગેસ સિલિન્ડરના કાળાબજારના એક મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ગેસના બોટલ, બે આઈશર ટેમ્પો અને એક છોટા હાથી સહિત કુલ રૂપિયા 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં કાળાબજારીમાં સંડોવાયેલા 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ગેસ સિલિન્ડરના કાળાબજારનું નેટવર્ક
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પરબ ગામે કેટલાક વાહનોમાં ગેરકાયદેસર રીતે ગેસના બોટલનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 229 નાના-મોટા ભરેલા ગેસના બોટલ તેમજ 153 ખાલી બોટલ મળી કુલ 382 નંગ જપ્ત કર્યા હતા. આ જથ્થો 2 આઈશર ટેમ્પો અને 1 છોટા હાથીમાં ભરેલો હતો.










